PM મોદીએ WDFC ના 306 કિમી New Rewari-Madar Sectionનું કર્યું ઉદ્ધાટન, કહ્યું- 'તે ભારત માટે ગેમ ચેન્જર'
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે Western Dedicated Freight Corridor ના 306 કિમી લાંબા ન્યૂ રેવાડી-ન્યૂ મદાર ખંડને રાષ્ટ્રને સમર્પિત કર્યો. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત એક સમારોહમાં પ્રધાનમંત્રીએ ન્યૂ અટેલીથી ન્યૂ કિશનગઢ માટે વિશ્વના પહેલા ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેનર ટ્રેન ઓપરેશન્સ (1.5 કિમી લાંબી કન્ટેનર ટ્રેન)ને લીલી ઝંડી બતાવી રવાના પણ કરી.
આવનારો સમય પણ શાનદાર અને જાનદાર હશે
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે જ્યારે નવા વર્ષમાં દેશની શરૂઆત સારી છે તો આવનારો સમય પણ શાનદાર અને જાનદાર હશે તે નક્કી છે. મોદીએ કહ્યું કે પૂર્વ અને પશ્ચિમ સમર્પિત માલ કોરિડોરોને ભારત માટે ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહ્યા છે. તે દેશના વિભિન્ન હિસ્સાઓમાં નવા વિકાસ કેન્દ્રોના વિકાસમાં મદદ કરશે.
દેશના ઝડપી વિકાસના કોરિડોર
પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ NCR, હરિયાણા અને રાજસ્થાનના ખેડૂતો, વ્યવસાયિકો, વેપારીઓ માટે નવી તક લાવ્યો છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ભલે તે ઈસ્ટર્ન હોય કે વેસ્ટર્ન તે ફક્ત માલગાડીઓ માટે આધુનિક રૂટ નથી પરંતુ તે દેશના ઝડપી વિકાસનો કોરિડોર છે.
The two 'made in India' COVID19 vaccines have instilled a new confidence in the people of India: Prime Minister Narendra Modi https://t.co/tHpwOTNLUb pic.twitter.com/Z0udw91GCW
— ANI (@ANI) January 7, 2021
આજે ભારત દુનિયાના ગણતરીના દેશોમાં
ન્યૂ અટેલીથી ન્યૂ કિશનગઢ સુધી 1.5 કિલોમીટર લાંબી માલગાડીઓની શરૂઆત સાથે આજે ભારત દુનિયાના ગણતરીના દેશોમાં પોતાની હાજરી નોંધાવી રહ્યો છે.
મેડ ઈન ઈન્ડિયા અને કોવિડ19 રસીએ ભારતના લોકોમાં નવો વિશ્વાસ પેદા કર્યો
પીએમ મોદીએ કહ્યું કે મેડ ઈન ઈન્ડિયા અને દેશમાં બનેલી કોવિડ19 રસીએ ભારતના લોકોમાં એક નવો વિશ્વાસ પેદા કર્યો છે.
Throughout India's development journey, Japan & its people have stood by us like a trustworthy friend. In the construction of the Western Dedicated Freight Corridor as well, Japan provided us with financial & technological assistance. I thank Japan and its people: PM Modi https://t.co/Ev3i7XsA78
— ANI (@ANI) January 7, 2021
જાપાન અને તેના લોકો આપણી સાથે ભરોસાપાત્ર મિત્રની જેમ ખડેપગે
પીએમ મોદીએ કહ્યું કે ભારતની વિકાસ યાત્રા દરમિયાન જાપાન અને તેના લોકો આપણી સાથે ભરોસાપાત્ર મિત્રની જેમ પડખે રહ્યા છે. પશ્ચિમી સમર્પિત સર્કિટ ફ્રેટ કોરિડોરના નિર્માણમાં પણ જાપાને આપણને નાણાકીય અને ટેક્નિકલ સહાયતા કરી છે. હું જાપાન અને તેના લોકોનો આભાર માનું છું.
ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ 2 પાટાઓ પર એક સાથે
પીએમ મોદીએ કહ્યું, આજે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ 2 પાટા પર એક સાથે ચાલુ છે. એક પાટો Individual વ્યક્તિના વિકાસને આગળ વધારી રહ્યું છે જ્યારે બીજો પાટો દેશના ગ્રોથ એન્જિનને નવી ઉર્જા આપી રહ્યો છે.
આ અવસરે રેલવે મંત્રી પીયુષ ગોયલ, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર, મુખ્યમંત્રી અશોક ગેહલોત, અને હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય તથા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર હાજર રહ્યા હતા. રેલવે મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે લગભગ 5800 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત રેવાડી-ન્યૂ મદાર ખંડના શરૂ થવાથી હરિયાણાના પ્રસિદ્ધ ઓટોમોબાઈલ ઉદ્યોગ અને રાજસ્થાનના ખનિજ ઉદ્યોગોને એક મોટું રાષ્ટ્રીય બજારની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજાર પણ મળશે.
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી આ અગાઉ ન્યૂ ભાઉપુર અને ન્યૂ ખુર્જા વચ્ચેના પૂર્વી સમર્પિત માલવહન કોરિડોરને રાષ્ટ્રને સમર્પિત કરી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે